New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/2.jpg)
અમે ગુજરાતી લેરી લાલા...છોગાળા તારા....પેથલપુરમાં પાવો વાગ્યો...તને જાતા જોઈ પનઘટની વાટે...મન મોર બની થનગાટ કરે...જેવા આ વર્ષના સૌથી અર્વાચીન ગીતોને સંગ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.
શહેરના મિશન ગ્રાઉન્ડ ખાતે નિરવ મેમોરિયલ ટ્રષ્ટ આયોજિત રંગ રસિયા મહોત્સવમાં ખેલૈયાઓ મન ભરીને રાસ રમ્યા હતા. નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે. હાલ અંતિમ તબક્કા તરફ વધી રહેલા નવરાત્રિ ઉત્સવને પૂરેપૂરો માણી લેવા ખેલૈયાઓ એક પલ પણ છોડવા માંગતા નથી. ત્યારે સૂરિલા ગાયકો અને રીધમ સાથે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ પણ રજૂ કર્યા હતા.
Latest Stories