અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી
દુષ્કર્મના ગુનાના આરોપીની ધરપકડ
મુંબઈની યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્મ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરાયાનો આરોપ
મુંબઈની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર આરોપીની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી યુસુફ મહેતાની ધરપકડ કરી છે. આરોપી સામે મુંબઈની 22 વર્ષીય યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ 2023થી અત્યાર સુધી આરોપીએ અંકલેશ્વરની અલગ-અલગ હોટલોમાં યુવતી સાથે લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે અંકલેશ્વરના જીન ફળિયામાં રહેતા યુસુફ મહેતા સહિત તેના પરિવારના પાંચ સભ્યો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
