અંકલેશ્વર જીઆઈડીસીમાં અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસે પાર્ક કરેલ બાઈકની થયેલી ચોરીમાં જીઆઇડીસી પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ 15 હજારની બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના જીતુ વસાવાએ પોતાની બાઈક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી હતી દરમ્યાન તેઓની બાઈકની ચોરી થઇ હતી ,તેમણે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી.જો કે બાઈકની ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે રૂ 15 હજારની બાઈકની ચોરીનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી .દરમ્યાન મળેલી બાતમીના આધારે જીઆઇડીસી પોલીસે મૂળ યુપી અને હાલ દઢાલ ગામની શિવાંજલી સોસાયટીમાં રાજકપૂર ઓમપ્રકાશ ગુપ્તાને ચોરીની બાઈક સાથે ઝડપી પાડયો હતો.