અંકલેશ્વર જીઆઈડીસીમાં લોકાર્પણ
પ્રથમ ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ
સરકાર પાર્ક વિસ્તારમાં કાર્યરત કરાયુ
આવનારા સમયમાં કેમેરા પણ લગાવાશે
અન્ય વિસ્તારોમાં પણ સિગ્નલ કાર્યરત થશે
અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્રથમ વખત ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર GIDC વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રથમ વખત ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે. ઉદ્યોગ મંડળ, નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને GIDCના સંયુક્ત ઉપક્રમે સરદાર પાર્ક ખાતે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે GIDC પોલીસ મથકના પી.આઈ. આર.એમ. વસાવા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંકલેશ્વર GIDC વિસ્તારમાં વાહનવ્યવહારને વ્યવસ્થિત બનાવવા અને માર્ગ સલામતી વધારવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે. આ સાથે જ વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે અનુસરણ કરવા અપીલ કરવામાં આવી છે.ટ્રાફિક સિગ્નલ પર આગામી સમયમાં કેમેરા પણ લગાવવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત, આગામી દિવસોમાં GIDCના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવાની યોજના છે.આ પહેલથી ઔદ્યોગિક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
