અંકલેશ્વર જીઆઈડીસીમાં પૂર્ણિમા કેમિકલ કંપનીના સ્ટોર રૂમમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક મોટર અને પાઇપના ટુકડા મળી કુલ રૂ 32 હજારની ચોરી કરી જતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ કંપની બંધ હાલતમાં છે .તસ્કરોએ  કંપની ની દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમની લોક તોડી તેમાંથી ચાર નંગ ઇલેક્ટ્રિક મોટર અને એસએસના ટુકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા કંપનીના સુપરવાઈઝર રામનારાયણ ખરવાટેએ સીસીટીવી ચેક કરતા એક રીક્ષા નજરે પડી હતી.

આ ચોરી અંગે  તેઓએ જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂ 30 હજારની ચાર નંગ ઇલકેટ્રીક મોટર અને ત્રણ નંગ પાઇપ ના ટુકડા મળી કુલ રૂ 32 હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.