ONGC ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાય
સમગ્ર ONGC કોલોની પરિસર દેશભક્તિના રંગમાં રંગાયું
દેશની આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાય
એસેટ મેનેજરના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી અપાય
શહીદવીરોના બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવાય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ONGC એસેટ દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એકતા, લોકશાહી અને રાષ્ટ્રીય પ્રગતિ અને ઉર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર ONGC ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી એસેટ મેનેજર રવિકુમારના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સમારોહથી થઈ હતી. આ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોનો સહયોગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે એસેટ મેનેજર રવિકુમારે ભારતીય બંધારણના શિલ્પીઓ, લોકશાહી અને પ્રગતિશીલ ભારતનો પાયો નાખનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
