ભરૂચની પાનોલી પોલીસને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર રહેલા કુખ્યાત બુટલેગરની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાનોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ લાંબા સમયથી પોલીસ પકડથી બચતો ફરતો હતો. પોલીસ દ્વારા અનેક વખત મહારાષ્ટ્ર રાજ્યમાં તેના વતન સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે હાથ લાગ્યો નહોતો.તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી કોઈ અન્ય કેસના કામસર ગુજરાત આવ્યો છે.

માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ (ઉંમર 34), રહેવાસી આંબેગાંવ, કેડગાંવ ગ્રામ પંચાયત, તા. દૌંડ, જી. પુણે (મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.