અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 227 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જીઆઇડીસીમાં આવેલ JCI ભવન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે સમાજના નરેશ પુજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર: રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
