• અંકલેશ્વરમાં હાથ ધરવામાં આવ્યું ચેકીંગ

  • પોલીસ દ્વારા વાહન ચેકીંગ શરૂ કરાયુ

  • ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં વાહન ચેકીંગ

  • વાહનચાલકો પાસે દંડ વસુલ કરાયો

  • ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસની અપીલ

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં ઓચિંતી વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી.આ ડ્રાઇવ અંતર્ગત અનેક વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.જિલ્લા પોલીસ વડાની અનુસાર આ અભિયાન અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે સ્થળ પર જ દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ખાસ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવવુ, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ કરવુ, ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવવી તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવાના કેસોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરમ્યાન અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં  પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી અને દોષિત વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.