યુવતીઓએ દાંડિયા નહીં તલવાર સાથે રમ્યા ગરબા, જમાવ્યું ભારે આકર્ષણ

New Update
યુવતીઓએ દાંડિયા નહીં તલવાર સાથે રમ્યા ગરબા, જમાવ્યું ભારે આકર્ષણ

અંકલેશ્વરનાં રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે રોજે રોજ અવનવી થીમ સાથે ગરબા રમતા ખેલૈયાઓ

હાલ સમગ્ર દેશ સહિત દુનિયાનાં અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ દ્વારા નવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સ્ટાઈલના ગરબા જોવા મળી રહ્યા છે. ક્યારેક સ્કેટ્સ સાથે તો ક્યારેક ફિલ્મના ગીતો પર પણ ગરબાની જમાવટ થતી હોય છે.

ત્યારે અંકલેશ્વરનાં આંગણે પ્રથમ વખત જ આયોજીત રંગ રસિયા ગરબા મહોત્સવમાં રોજે રોજ અલગ અલગ થીમ સાથે ખેલૈયાઓ આવતા હોય છે. ગત રોજ અહીં યુવતીઓએ દાંડિયાના બદલે તલવાર સાથે ગરબા કરી સૌને અચંબિત કરી દીધા હતા. તલવાર સાથે ગરબા રમતા ગૃપે ગ્રાઉન્ડ ઉપર આકર્ષણ જમાવ્યું હતું.

Latest Stories