અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
ગોયા બજાર કન્યાશાળા ખાતે આયોજન
સ્કૂલ બેન્ચ અને સ્માર્ટ ક્લાસનો કરાયો પ્રારંભ
રોટરી ક્લબનો સહયોગ સાંપડ્યો
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ એક ખાતે વિદ્યાર્થીઓની સુવિધા માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્કૂલ બેન્ચ અને સ્માર્ટ ક્લાસ સુવિધા માટે પુરી પાડવામાં આવી છે
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહી છે ત્યારે રોટરી ક્લબના સહયોગથી કન્યાશાળા -એક ખાતે સ્કૂલબેંચ તથા સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની સુવિધા માટે સ્કૂલબેંચ તથા મનીષભાઈ શ્રોફના આર્થિક સહયોગથી સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપીન નાયર, દાતા મનીષ શ્રોફ, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના રૂપલ ભરવાડા, વિમલ પાઠક, ઓપી સિંગ, અને પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ સહિત પ્રશાંત પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
