અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્ક્રેપ ડીલર એસો.દ્વારા આયોજન
સન્માન સમારોહ યોજાયો
મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરાયુ
એસો.ના સભ્યો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર સ્ક્રેપ ડીલર એસોસીએશન દ્વારા અંસાર માર્કેટ ખાતે રાજ્ય મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પંડવાઈ સુગરના ડિરેકટો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું .
અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતે સ્ક્રેપ ડીલર એસોસીએશન દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં રાજ્ય સરકારના જળ સંપત્તિ મંત્રી અને પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ,પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને સુગરના ડિરેકટર રાકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ક્રેપ ડીલર એસોસીસેશનના પ્રમુખ રમેશ બોરા ,ભપજીભાઈ અને રફાકત ભાઈ દ્વારા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ ,અરવિંદ પટેલ અને ડિરેક્ટર રાકેશ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્ક્રેપ એસોશિએશનના સભ્યો અને સ્ક્રેપ ડીલરો ઉપસ્થિત રહ્યા હતા
