અંકલેશ્વર શહેરના આશિયાના હોટલ પાછળ પાર્ક કરેલ મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં અજાણ્યા ઈસમો આગચંપી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલની બાજુમાં આવેલ ઉંમર રેસીડેન્સીમાં રહેતા રિયાઝ શેખએ પોતાની ફોર્ચ્યુનર કાર ઘર પાસે પાર્ક કરી હતી.તે દરમિયાન મધરાતે અજાણ્યા ઈસમોએ તેઓની કાર સળગાવી મૂકી હોવાના આક્ષેપ કર્યા હતા.ફરિયાદી રિઝઅઝ શેખે જણાવ્યું હતું કે તેઓએ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ બોલતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો જેની રીસ રાખી તેમની કાર સળગાવી દેવામાં આવી છે.સાથે જ તેમની હત્યા પણ થઈ શકે તેવી તેઓએ આશંકા વ્યક્ત કરી છે.આ મામલે તેઓએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
