ગીત સંગીત ક્ષેત્રે કારકિર્દી ઘડતી યાનુ સોની

પ્રથમ જ ગુજરાતી આલ્બમથી યુટ્યુબ પર છવાઈ યાનુ સોની

પરિવાર અને અંકલેશ્વરવાસીઓમાં ખુશીની લહેર

તારા વગરની દિવાળી   

આલ્બમે ધૂમ મચાવી

યાનુ સોની પર અભિનંદનની વર્ષા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની દીકરી યાનુ સોનીએ  ગીત સંગીત ક્ષેત્રે અભિનય કરીને પોતાની કારકિર્દીની ઝળહળતી શરૂઆત કરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. અંકલેશ્વરની રહેવાસી અને કલા ક્ષેત્રે ઝળહળતી પ્રતિભા એવી યાનુ સોની ઉર્ફે યશ્વિની સોની એ પોતાના પ્રથમ જ ગુજરાતી ગીત આલ્બમ દ્વારા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

યાનુ સોનીના આ પ્રથમ આલ્બમનું શીર્ષક “તારા વગરની કેવી દિવાળી” છે, જે ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને દર્શકો તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અંકલેશ્વરના જાણીતા સાહિત્યકાર અને સંગીતકાર આલાપ કાપડિયા દ્વારા યાનુ સોનીને આ આલ્બમમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેણે તેમની કલા કારકિર્દીને એક નવો વેગ આપ્યો છે.

શાળાના સમયથી જ ડાન્સિંગનો શોખ ધરાવનાર યાનુ સોનીની આ સફર પાછળ તેમના માતા-પિતાનો ખૂબ મોટો સાથ સહકાર રહ્યો છે. તેમના માતા નયનાબેન સોની જિમ ટ્રેનર છે અને પિતા જયેશભાઈ સોની ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા આપે છે. 

આ આલ્બમની ટીમે પણ સુંદર કામ કર્યું છે, જેમાં પ્રોડ્યુસર મહેશજી ઠાકોર, ગીતકાર દર્શન રાઠોડ, સંગીતકાર હાર્દિક અને સંજય રાઠોડ, ગાયક આકાશ ઠાકોર તેમજ ડિરેક્ટર રોહિત આહીર છે. આ ગીતમાં યાનુ સોની અને ક્રિસ મનકાની સહિતના કલાકારોએ શાનદાર અભિનય રજૂ કર્યો છે.

પોતાની આ પ્રથમ સફળતાનો શ્રેય માતા-પિતા અને પરિવારજનોને આપનાર યાનુ સોનીએ આગામી સમયમાં ગુજરાતી ફિલ્મ જગત સહિતના ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.