અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનામાં ઝડપાયેલા 159 વાહનોની હરાજી ડી.વાય.એસ.પી.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઉપયોગમાં લેવાયેલા તથા હરાજી માટે મૂકવામાં આવેલા વાહનોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ હરાજી પ્રક્રિયામાં ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનોનાં વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ હરાજી પ્રક્રિયામાં અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી અને હાંસોટ પોલીસ સ્ટેશનનાં કુલ 159 વાહનો હરાજી માટે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા નિયમ મુજબ હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં વિવિધ પોલીસ સ્ટેશનોનાં વાહનોની હરાજી કરવામાં આવી હતી. હરાજી દરમિયાન કુલ 159 વાહનો રૂ. 5 લાખ 87 હજારની રકમમાં વેચાણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ છ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
