અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં હોદ્દેદરોની બિનહરીફ વરણી, પ્રમુખ તરીકે ઈશ્વર પટેલની નિયુક્તિ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં નોધયેલા વકીલ મંડળ મંડળની ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમૂખપદ માટે ઇશ્વર ડી. પટેલએ ઉમેદવારી નોંધાવી હતી ભરૂચ | સમાચાર |
અંકલેશ્વર તાલુકા વકીલ મંડની ચૂંટણીમાં પ્રમૂખપદ માટે ઇશ્વર ડી. પટેલ, ઉપપ્રમુખ પદ માટે ભીમસિંહભાઈ કે. ચાવડા, સેકેટરી પદ માટે એ. એ. પોખરીયાલ, જોઈન્ટ- સેકેટરી પદ માટે એમ.એમ.સુફી, ખજાનચીના પદ માટે પરેશ પરમાર, લાયબ્રેરિયના પદ માટે જસ્મીકા સી. ગુજજર, કારોબારી અદયક્ષ પદ માટે એ. એમ. દાણી, કારોબારી સભ્યપદ માટે કે. ઝેડ. મોદી, નિતિન વકીલ, વી. એચ. મોદી, એફ. એમ. કુરેશી, રીટા વસાવા, વી. બી. મકવાણા, જે. વી. રાજ તથા એ. જે. પટેલે ઉમેદવારી નોધાવી હતી જેમાં તેમની સામે કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતા તેઓને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.નવ નિયુક્ત હોદ્દેદારોને આમંત્રિતોએ અભિનંદન પાઠવ્યા હતા..
