અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચૂંટણી આજરોજ યોજાય રહી છે જેમાં 8 બેઠક પર 16 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે આજરોજ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાય હતી. ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે  જંગ જામ્યો હતો.સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા 1157 નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ તત્પરતા દાખવી હતી.
ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતાં.  ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે  રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિન હરીફ થયા હતા. હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેઓના ભાવિનો ફેંસલો આજ રાત સુધીમાં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઇડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આ આંદોલનની ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનુ રહ્યું.