ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી
શેરી ગરબાની ધૂમ જોવા મળી
વાલ્મિકી વાસમાં આયોજન
પરંપરાગત શેરી ગરબાનું આયોજન
ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે છે
ભરૂચ શહેરમાં ગરબાના મોટા આયોજનો વચ્ચે શેરી ગરબાની ધૂમ જોવા મળી રહી કગે ત્યારે વાલ્મિકી વાસમાં પરંપરાગત રીતે શેરી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે
આધુનિક યુગમાં નવરાત્રિ દરમિયાન ઠેરઠેર ભવ્ય ગરબા આયોજનો જોવા મળે છે ત્યારે ભરૂચના કોઠી રોડ વિસ્તારમાં આવેલા વાલ્મિકી વાસમાં આજે પણ પરંપરાગત શેરી ગરબાની સંસ્કૃતિ જીવંત રહી છે.
વાલ્મિકી વાસમાં આવેલા મા જગદંબાના મંદિરે શેરીજનો દેશી ઢોલના તાલે અને પૌરાણિક ગરબાઓનું મુખે ગાન કરીને ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમે છે. અહીં ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ વર્ષો જૂની પરંપરા, શ્રદ્ધા અને સામૂહિક એકતાનું પ્રતીક છે.
આ શેરીની ખાસિયત એ છે કે અહીંના લોકો ગરબા રમવા માટે અન્ય કોઈ સ્થળે જતા નથી, પરંતુ પોતાની શેરીમાં જ એકત્ર થઈને માતાજીની આરાધના કરે છે. દેશી ઢોલના નાદ અને પરંપરાગત ગરબાના સૂર વચ્ચે શેરીજનો મન મૂકીને ગરબે ઘૂમે છે અને નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે.
