અરવલ્લી: બે બાળકોની ઈમાનદારી મહેકી, ૫૦ હજાર રૂપિયાનું બંડલ મળતા ટાઉન પોલીસને સુપ્રત કર્યું

New Update
અરવલ્લી: બે બાળકોની ઈમાનદારી મહેકી, ૫૦ હજાર રૂપિયાનું બંડલ મળતા ટાઉન પોલીસને સુપ્રત કર્યું

નાનપણથી મળેલા સંસ્કાર બાળકોને ઈમાનદારીના માર્ગે લઈ જાય છે. આવો જ એક કિસ્સો મોડાસા શહેરમાં બન્યો હતો મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ બાલાજી કોમ્પ્લેક્ષ આગળથી પસાર થતા બે બાળકોને ૫૦ હજાર રોકડાનું બંડલ મળી આવતા બંને બાળકો આશ્ચર્યચકીત બન્યા હતા અને ૫૦ હજારનું બંડલ તેમના માતા-પિતાને સોંપી દીધું હતું બંને બાળકો તેમના વાલી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી તમને મળેલ ૫૦ હજાર રૂપિયાનું બંડલ સુપ્રત કરતા ટાઉન પીઆઈ ગોહીલ અને પોલીસકર્મીઓએ બાળકોની ઈમાનદારીની સરાહના કરી ૫૦ હજાર ગુમાવનાર માલિકની શોધખોળ હાથધરી હતી.

મોડાસા શહેરમાં રહેતા દિવ્યા કમલેશભાઈ પટેલ અને હેતાર્થ હસમુખભાઈ પટેલ નામના બંને બાળકો માલપુર રોડ પરથી પસાર થતા હતા ત્યારે બાલાજી કોમ્પ્લેક્ષ આગળથી ૫૦ હજાર રૂપિયાનું બંડલ મળી આવતા બંને બાળકોએ ૫૦ હજાર રૂપિયાનું બંડલ મળ્યાનું તેમના માતા પિતાને જાણ કરતા તેમને ૫૦ હજાર ગુમાવનાર વ્યક્તિની શોધખોળ હાથધરાતા કોઈ ન મળી આવતા બંને બાળકોએ તેમના વાલી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમા પહોંચી ૫૦ હજાર રૂપિયાનું બંડલ જમા કરાવતા ટાઉન પીઆઈ એન.જી ગોહીલ અને સ્ટાફે બંને બાળકો અને તેમના માતા-પિતાની ઈમાનદારીની સરાહના કરી હતી ૫૦ હજાર જેવી માતબર રકમ બંને બાળકોએ પરત કરતા તેમની ઈમાનદારીને શહેરીજનોઓ વધાવી લીધી હતી.

Latest Stories