આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિયેગો મારાડોનાનું બુધવારે 60 વર્ષની વયે નિધન થઈ ગયું. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર મારાડોનાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. બે સપ્તાહ પહેલાં જ તેમને બ્રેનમાં ક્લૉટને લીધે સર્જરી કરાવવી પડી હતી.ચાર ફિફા વર્લ્ડકપ રમી ચૂકેલ મારાડોનાએ તેમના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાને 1986માં વર્લ્ડકપ જીતાડ્યું હતા. તાજેતરમાં મગજના ઓપરેશનના આઠ દિવસ બાદ મારાડોનાને હોસ્પિટલથી રજા મળી હતી. તે ઘરે જ આરામ કરી રહ્યા હતા.
૨૨ જૂન ૧૯૮૬ના એ દિવસે મેક્સિકોમાં મેરાડોનાએ માત્ર દસ સેકન્ડમાં જે હાંસલ કર્યું એ લોકો આખી જિંદગીમાં મેળવી શકતા નથી! એ ગોલ, 60 વારની દોડ લગાવી કરેલો એ એક ગોલ મારાડોનાને અપ્રતિમ ઉંચાઈ પર લઈ ગયો હતો! એક કાળા માથાનો માનવી જીરવી શકે એ કરતાં વધુ પ્રસિદ્ધ એને મળી ગઈ હતી.