અરવલ્લી : કોજણકંપાના ખેડૂતે કરી આમળાની સફળ ખેતી, જુઓ પછી કેટલી થઈ આવક..!

New Update
અરવલ્લી : કોજણકંપાના ખેડૂતે કરી આમળાની સફળ ખેતી, જુઓ પછી કેટલી થઈ આવક..!

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામના ખેડૂતે આમળાની ખેતી કરી છે, ત્યારે હાલ તો ખેડૂત દ્વારા આમળાની સફળ ખેતી કરી સારા ઉત્પાદનની સાથે સારો નફો પણ મેળવવામાં આવી રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે પારંપરિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે, અને સારા ઉત્પાદનની સાથે નફો પણ કરી રહ્યા છે. બાયડ તાલુકાના કોજણકંપામાં બળવંત પટેલે સરકારના વિવિધ સેમિનારમાં જોડાઈને માર્ગદર્શન મેળવ્યા બાદ આમળાની ખેતી શરૂ કરી છે. જેમાં આજથી 16 વર્ષ પહેલા ખેડૂતે 8 એકરમાં 1000 આમળાના છોડની વાવણી કરી હતી.

જોકે, ખેડૂતને ફક્ત 3 જ વર્ષમાં આમળાનું ઉત્પાદન મળવાની શરૂઆત થઇ હતી. શરૂઆતના વર્ષોમાં આમળાનો પ્રતિ કિલોએ 6 રૂપિયા જેટલો ભાવ મળતો હતો. જે હાલના સમયમાં વધીને 26 રૂપિયા મળી રહ્યો છે. આ વર્ષે 8 એકરમાં 200 ટન આમળાનું ઉત્પાદન થયું છે. આમળાની ખેતી કરીને 30થી 32 લાખની આવક સામે માત્ર 2 લાખ રૂપિયોના નજીવો ખર્ચ થયો હોવાનું ખેડૂતે જણાવ્યુ હતું. તો સાથે જ આમળાના સારા ઉત્પાદનની સાથે સારો નફો પણ મેળવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.

Latest Stories