સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!
સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.