અરવલ્લી : ભિલોડામાં તસ્કરોનો તરખાટ યથાવત, સપ્તાહમાં બીજી વાર બજારની 5 દુકાનોમાં કર્યો હાથફેરો

New Update
અરવલ્લી : ભિલોડામાં તસ્કરોનો તરખાટ યથાવત, સપ્તાહમાં બીજી વાર બજારની 5 દુકાનોમાં કર્યો હાથફેરો

અરવલ્લી જિલ્લામાં ઠંડી શરૂ થતાની સાથે જ ચોર, લૂંટારુ ગેંગ સક્રિય થતાં પ્રજાજનોની ઉંઘ હરામ થઈ છે. ભિલોડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં

ચોરીના બનાવોએ માઝા મુકતા પોલીસની નાઈટ પેટ્રોલિંગના

ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પોલીસ તંત્ર બાઈક ચોરી, ચેઈન સ્નેચિંગ, પશુધન ચોરી તેમજ

ઘરફોડ ચોરીના ગુન્હા ઉકેલવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું હોવાનું જિલ્લાવાસીઓ અનુભવી

રહ્યા છે.

publive-image

ભિલોડા શહેરના મુખ્ય બજારમાં આવેલી 5 જેટલી દુકાનોમાં તસ્કરો ત્રાટકી લાખ્ખો રૂપિયાની ધાડ પાડી આરામથી રફુચક્કર થતા

ભારે ચકચાર મચી છે. ભિલોડાના કેશવ માર્કેટમાં કાવ્યા મોબાઈલ, અંબિકા મટિરિયલ, સીએનજી પંપ નજીક આવેલ બજાજ ઓટો શો-રૂમઅને આકાર કોમ્પ્લેક્ષમાં આવેલી 2

દુકાનોમાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા. તસ્કરો એક દુકાનમાં વેન્ટિલેશનની જાળીમાં

બાકોરું પાડી  દુકાનોમાં પ્રવેશી રોકડ રકમ સહીત મુદ્દામાલની ચોરી

કરી હતી. તસ્કરોએ દુકાનોમાં

રાખેલ માલસામાન નીચે નાખી દઈ ભારે તોડફોડ કરી ફરાર ગયા હતા. દુકાનોમાં ચોરીની

ઘટનાને પગલે દુકાન માલિકોને ખબર પડતા વહેલી સવારે દુકાને દોડી આવી ચોરી થયાનો તાગ

મેળવવા મથામણ કરી હતી. ભિલોડા બજારમાં સપ્તાહમાં

બીજીવાર તસ્કરોએ દુકાનોમાં ધાડ પાડતા વેપારીઓ અને નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા

અને છાસવારે ચોરી, લૂંટની ઘટનાઓને અંજામ આપતા તસ્કરોને

દબોચી લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Latest Stories