અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ભગવાન સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ભક્ત અને ભગવાન વચ્ચેની અનોખી શ્રદ્ધા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ભગવાન સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ભક્ત અને ભગવાન વચ્ચેની અનોખી શ્રદ્ધા
New Update

આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનને ભક્તો કરે છે ગરમ શાલ અર્પણ.

હાલ શિયાળાની અતિશય ઠંડીથી રક્ષણ મેળવવા લોકો શાલ,સ્વેટર કે સગડીનો સહારો લેતા હોય છે. ત્યારે જગતના તારણહાર ભગવાન ગણેશજીને પણ ઠંડી લાગતી હશે, એવા ભાવ સાથે ભક્તો દ્વારા ભગવાનને પણ દરરોજ ગરમ શાલ ઓઢાડવામાં આવે છે. અને ભગવાન આગળ સગડી પ્રગટાવવામાં આવે છે.

શિયાળાની સીઝન પુર બહાર ખીલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ગરમ શાલ, સ્વેટર, ટોપી, જાકીટ પહેરે છે. ત્યારે ભગવાન કે જે જગતના પાલનહાર છે તેમને પણ ખૂબ ઠંડી લાગતી હશે એવો અહોભાવ ભક્તોના મનમાં રહેલો છે.જેથી ઉત્તરગુજરાતના સુપ્રસિદ્ધ અરવલ્લીના મોડાસામાં આવેલ ભગવાન સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ભક્તો દ્વારા ભગવાન ગણેશજીને શિયાળામાં અવનવી શાલ ઓઢાડવામાં આવે છે અને મંદિરના પૂજારી દ્વારા સવાર-સાંજ ઠંડીના સમયે સગડી કરવામાં આવે છે. જેથી ભગવાનને પણ ઠંડીથી રક્ષણ મળી શકે. આમ ભક્ત અને ભગવાન વચ્ચેની અનોખી શ્રદ્ધા ભગવાન સિદ્ધિ વિનાયકના મંદિરે જોવા મળી છે.

મોડાસામાં બિરાજમાન મનોકામના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા દર શિયાળામાં ભક્તો દ્વારા ભગવાનને જે શાલ અર્પણ કરવામાં આવે છે. તે તમામ અલગ અલગ શાલ જે ગરીબ લોકો છે કે જેમને શિયાળાની ઠંડીમાં રક્ષણ મેળવવા દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. આમ ભગવાન અને ભક્ત વચ્ચેનો અનોખો ભાવ મોડાસા સિદ્ધિવિનાયક મંદિરે જોવા મળ્યો છે.

#લેખ
Here are a few more articles:
Read the Next Article