/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08134613/maxresdefault-87.jpg)
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માકરોડા ગામની કેયા
વાજાએ મિસ ઇન્ડિયા 2019માં “બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સ”નો એવોર્ડ મેળવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર મિસ
ઈન્ડિયા ઇન્ટરનેશનલ ફિનાલેમાં ભાગ લેવા માટે જઇ રહી છે.
મોડેલીંગ ક્ષેત્રે છેલ્લા બે વર્ષથી કામ કરતી કેયા
વાજાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ૨૨ વર્ષિય કેયા વાજા અરવલ્લી જીલ્લાના
માકરોડા ગામની વતની છે. તાજેતરમાં જ તેણે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લઈ “બેસ્ટ વોક અને બેસ્ટ
કોન્ફીડન્સ”નો એવોર્ડ મેળવ્યો હતો. મિસ ઈન્ડિયા ૨૦૧૯માં ભાગ લીધા બાદ હવે તે ગુજરાત તરફથી
ઈન્ડોનેશિયા ખાતે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિનાલે શો માટેની તૈયારી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેયા વાજા મોડેલીંગની સાથે સાથે એકટીંગ પણ કરે છે.
કેયાએ “પ્યાર મેં તેરે” સોંગનું શુટીંગ પૂર્ણ કર્યું છે. જેમાં શ્રેયા ઘોસાલ અને ઉદીત નારાયણે પોતાનો
અવાજ આપ્યો છે. જે વિડિયો સોંગ ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહ્યું છે. મોડેલીંગમાં
આગળ વધવા વિશે કેયા કહ્યું હતું કે, મને મારા ફેમીલીનો બહુ જ સપોર્ટ મળ્યો છે. હાલ તો, કેયા વાજા ઈન્ડોનેશિયા
ખાતે આવનાર 18મી તારીખે મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલના ફિનાલેમાં જવાની તૈયારીઓ કરી રહી છે.