અરવલ્લી: પ્રસિદ્ધ શામળાજી મંદિરે દર્શનાર્થે જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો, જુઓ શું લેવાયો નિર્ણય

New Update
અરવલ્લી: પ્રસિદ્ધ શામળાજી મંદિરે દર્શનાર્થે જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો, જુઓ શું લેવાયો નિર્ણય

અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા મુસાફરોને મંદિરમાં પ્રવેશ નહિ મળે. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે સ્ત્રી અને પુરુષો બંનેને લાગુ પડશે. આ માટે મંદિર બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે. શામળાજી મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલ બોર્ડ પર સૂચના લખાઈ છે કે, દર્શને આવતા ભાઈઓ તથા બહેનોનો વિનંતી કે, ટૂંકા વસ્ત્રો તથા બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવુ નહિ.

તેમજ માસ્ક પહેરવુ પણ ફરજિયાત છે. જોકે, સાથે જ ટ્રસ્ટે કહ્યું કે, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ધોતી તથા પીતાંબરની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ લેંઘા જેવા લાંબા બસ્ત્રોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ભગવાનના ભગવાન શામળીયાના દર્શન કરવા માટે આવતાં યાત્રિકો માટે આ નિયમ આજથી અમલી કરવામાં આવ્યો છે.

Latest Stories