અરવલ્લી : વાંટડા ટોલ પ્લાઝા નજીક લકઝરી બસમાં લૂંટફાટ : સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે

New Update
અરવલ્લી : વાંટડા ટોલ પ્લાઝા નજીક લકઝરી બસમાં લૂંટફાટ : સીસીટીવી ફૂટેજ આવ્યાં સામે

અરવલ્લી જિલ્લામાં આવેલાં વાંટડા ટોલ પ્લાઝા નજીકથી પસાર થતી લકઝરી બસમાં ચઢી ગયેલાં લુંટારૂઓને મુસાફરો સાથે મારપીટ કરી તેમના કિમંતી સામાનની લૂંટ ચલાવી હતી. મુસાફરોએ ત્રણ જેટલા લૂંટારૂઓને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા નજીકથી પસાર થઇ રહેલી લકઝરી બસને બાઇક પર આવેલાં લૂંટારૂઓએ અટકાવી હતી. 15થી વધુ લુંટારૂઓ બસમાં ચઢી ગયાં અને આતંક મચાવ્યો હતો. તેમણે 8 જેટલા મુસાફરો સાથે મારપીટ કરી હતી જેમાં 3 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. મુસાફરોના જણાવાયા અનુસાર તેમની પાસેથી રોકડ અને દાગીના મળી અંદાજિત બે લાખ રૂપિયા ની માલમત્તાની લૂંટ થઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

Latest Stories