રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ
નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન
લુવારા એમિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી
પોલીસ મથકની કાર્ય પદ્ધતિથી વિદ્યાર્થીઓ વાકેફ થયા
શાળાના શિક્ષકો અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતી
ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનમાં એકતા દિવસની ઉજવણી અંતર્ગત શાળાઓના વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોલિસ સ્ટાફને ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
આ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત ભરૂચના લુવારા ગામ સ્થિત એમિક્સ સ્કૂલના આશરે 100 જેટલા વિદ્યાર્થી બાળકો અને શિક્ષકોએ લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓને આ શસ્ત્રોના ઉપયોગ અંગેની સંપૂર્ણ માહિતી તેમજ પોલીસ સ્ટેશનના દરેક વિભાગની કાર્ય પદ્ધતિ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નબીપુર પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો, જ્યારે આ મુલાકાતથી શાળાના બાળકો પ્રભાવિત થયા હતા.
