મુખ્યમંત્રી દ્વારા દાહોદ જિલ્લાની મુલાકાત બાદ કામગીરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે યોજી હતી બેઠક

રસ્તા-પાણી, શિક્ષણ, આરોગ્યની સુવિધા પૂર્ણ કરવા સૂચન

સમીક્ષા બેઠકો બાદ વહીવટી તંત્ર દ્વારા કામગીરી વધુ તેજ

વહીવટી તંત્ર દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી

દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા કડક નિર્દેશો બાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે.

દાહોદ જીલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત અને સમીક્ષા બેઠકો બાદ વહીવટી તંત્ર દ્વારા કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તો બીજી તરફ, જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમ્યાન રામનાથ તળાવના સૌંદર્યીકરણ અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા ખાતે રામનાથ તળાવની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ જળસંગ્રહ ક્ષમતા વધારવા અને તળાવના બ્યુટિફિકેશન અંગે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા કડક નિર્દેશો બાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. તંત્ર દ્વારા આધુનિક મશીનની મદદથી તળાવમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા કડક નિર્દેશો બાદ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે.