ભાદરવી અમાસના મેળાનો પ્રારંભ 

કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે મેળાનું આયોજન

સુરક્ષાના કડક બંદોબસ્ત ખડકાયા

પોલીસ તંત્ર એલર્ટ મોડ પર તૈનાત

નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ભક્તો

ભાવનગરના પવિત્ર યાત્રાધામ કોળીયાક સ્થિત નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે પરંપરાગત લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરના પવિત્ર યાત્રાધામ કોળીયાક સ્થિત નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે પરંપરાગત લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે મહાદેવના દર્શન અને દરિયામાં પવિત્ર સ્નાન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

મેળામાં આવનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેળાના મુખ્ય માર્ગો, સમુદ્ર કિનારે અને મંદિર પરિસરમાં પોલીસ કર્મચારીઓને ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓને આવાગમનમાં કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કરીને મેળો શાંતિપૂર્ણ અને આનંદદાયક વાતાવરણમાં સંપન્ન થાય. ધાર્મિક આસ્થાના આ મહાપર્વમાં પોલીસ તંત્રના સહયોગથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.