વધુ

  ધારાવાહિક ‘બાલિકા વધુ’ સીરિયલના ડિરેક્ટરની આર્થિક હાલત થઈ ખરાબ

  Must Read

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા...

  નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

  આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે...

  આ સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી વચ્ચે 6 મહિનાથી પણ વધારે સમય સુધી ચાલેલ લોકડાઉને ભારતની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. કરોડો લોકો બેરોજગાર થઈ ગયા, જીડીપી માઇનસ 23 પહોંચી ગઈ. મધ્યમ વર્ગ થી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી લોકપ્રિય ટીવી સિરયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચીને રહ્યા છે.

  આઝમગઢ જિલ્લાના નિઝામાબાદ વિસ્તારના ફરહાબાદના રહેવાસી રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં જગ્યા બનાવવા માટે ઘણી મેહનત કરી. પહેલાં તેમણે લાઈટિંગ ફીલ્ડમાં કામ કર્યું, ત્યારબાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું. ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો.

  રામવૃક્ષે પહેલાં અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું અને ત્યારબાદ એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

  મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલાં બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થયું તો આર્થિક સંકટ ઉભું થયું. પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....
  video

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિ એ જ...
  video

  નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

  આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે....

  ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

  ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયું છે કીમના તવક્કલ નગરમાં રહેતી સગીરાનો તેની બહેન...
  video

  જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની “બમ્પર” આવક, પણ ખેડૂતોને મળી રહ્યો છે ઓછો ભાવ

  જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડના તમામ શેડ ભરાઈ જતાં યાર્ડનો પ્રવેશદ્વાર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે પ્રવેશ...

  More Articles Like This

  - Advertisement -