-
ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘટના સામે આવી
-
માનવતા અને પિતૃત્વને કલંકિત કરતી ઘટનાથી ચકચાર
-
પિતાએ સગીર દીકરી પર દુષ્કર્મ આચરતાં લોકોમાં રોષ
-
માતાએ દીકરી સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
-
પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 7 સંતાનોના પિતાએ સગીર દીકરી પર દુષ્કર્મ આચરતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનવતા અને પિતૃત્વને કલંકિત કરતી ઘટના સામે આવી છે. નરાધમ પિતાએ સગીર દીકરી પર દુષ્કર્મ આચરતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જોકે, મોડી રાત્રે બનેલી ઘટનામાં માતા જાગી જતાં સમગ્ર મામલો આવ્યો સામે હતો. ત્યારબાદ માતાએ દીકરી સાથે ધાનેરા પોલીસ મથકે પહોચી ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસે પિતા વિરુદ્ધ પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 7 સંતાનોના પિતા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
