બારડોલી : કડોદના સાંઇ મંદિરમાં રોટલાનું આર્કષણ, જુઓ શું છે વિશેષતા

New Update
બારડોલી : કડોદના સાંઇ મંદિરમાં રોટલાનું આર્કષણ, જુઓ શું છે વિશેષતા

હાલમાં ચાલી રહેલાં પવિત્ર શ્રાવણ માસમાં લોકો પ્રભુની ભકિતમાં લીન બની ગયાં છે ત્યારે અમે તમને બતાવી રહયાં છે એક અનોખું સાંઇ મંદિર કે જયાં પ્રસાદીમાં મુકવામાં આવેલો રોટલો શ્રધ્ધાળુઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યો છે.

શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શુ જરૂર હોય છે. આ કહેવતને સાર્થક કરતી ઘટના બારડોલીના કડોડ ખાતે જોવા મળી રહી છે. કડોડ ગામમાં આવેલાં સાંઇ મંદિરમાં કદી ન સુકાતો રોટલો ભકતોના આર્કષણનું કેન્દ્ર બન્યો છે. કડોડના દત્તાઈ નગર ખાતે રહેતા રામી બહેન પટેલ 30મી જુલાઇ 2010 ના રોજ ઘરે બાજરીના રોટલા બનાવી રહ્યા હતાં. તે દરમિયાન રોટલામાં ૐ આકાર અંકિત થયો હતો. જેને જોઈ ઘરના સૌ લોકો ચોકી ઉઠ્યા હતાં.

બાદમાં તેમણે નિર્ણય લીધો કે આ રોટલો નજીકમાં આવેલ સાઈ મંદિર માં પ્રસાદી રૂપે મુકવામાં આવે. સાંઈબાબાના ચરણમાં મુકેલા રોટલા આજે 10 વર્ષ વીતી ગયા છેપણ રોટલો આજે પણ તાજો નજરે પડે છે. જ્યારે સામાન્ય રોટલા પર બે-ત્રણ દિવસમાં ફૂગ લાગી જતી હોય છે.ત્યારે હાલ આ રોટલા ને જોવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરે આવે છે.

Latest Stories