/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/01185527/maxresdefault-12.jpg)
રાજ્યમાં કોરોના મહામારી દરમ્યાન સરકારે જે ગાઈડલાઈનો બહાર પાડી અને જે નિયમો બનાવ્યા તેમાં જે લોકોએ આ નિયમોમો ભંગ કર્યો છે તેમના આંકડા સાંભળશો તો કદાચ તમારી પણ જમીન હલી જશે, રાજ્યમા જાહેરનામા ભંગના કુલ 32,284 કેસ થયા છે. માસ્ક અને સામાજિક અંતરની જાળવણી સહિતના નિયમો તોડનારા પાસેથી 14 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા નિયમો લાગુ કરી લોકડાઉન લાદયું હતું. અને હાલમાં પણ મહાનગરોમા રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. પરંતુ કેટલાક સરકારના જાહેરનામાનો ભંગ કરી નિયમોનો ઉલાળ્યો કરતાં હોય છે. તંત્રએ અમદાવાદમાં 24 માર્ચથી 30 નવેમ્બર સુધીમાં જાહેરનામાના ભંગ બદલ કુલ 32 હજારથી વધારે કેસ નોંધ્યા છે. જેમાં 41 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એટલું જ નહીં માસ્ક પહેરવાનું સરકાર દ્વારા ફરજીયાત કરાવવામાં આવ્યું છે તેમાં પણ જે લોકો માસ્ક નથી પહેરતા તેવા 30 નવેમ્બર સુધીમાં 2,78,746 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 14,89,00,300 દંડ ઉઘરાવવામાં આવ્યા છે. એટલે કે કહેવાય કે લોકો હાજી પણ માસ્ક પહેરવામાં ક્યાંક આનાકાની કરતા હોય એવું લાગે છે. લોકો હાજી પણ કોરોનાને ગંભીરતાથી નથી લેતા એટલા માટેજ આટલો મોટો દંડ ભરવો પડ્યો છે.
ત્યારે આ સંક્રમણમાં પોલીસના જવાનો કુલ 976 પોઝેટીવ થયા હતા. જેમાંથી 872 લોકો રિકવર થઈ ગયા છે હજી 95 પોલીસ જવાનો એક્ટિવ કેસ છે. ત્યારે 11 પોલીસ કર્મચારીઓ ના મોત થયા છે. જેમાં પોલીસ, હોમગાર્ડ, એસઆરપીએફ જવાનો તમામનો સમાવેશ થાય છે.