નર્મદા: ભારતના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન કેટેગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટીનો સમાવેશ

New Update
નર્મદા: ભારતના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન કેટેગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટીનો સમાવેશ

ડેસ્ટિનેશન વેડિંગ લોકેશનમાં વધુ એક ગુજરાતનાં સ્થળની પસંદગી, ભારતની શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશનમાં સ્ટેચ્યું ઓફ યુનિટીની ટેન્ટ સિટી-1નો સમાવેશ થયો છે.

For Video Click Here : https://fb.watch/4yA6KYN-04/

કોંડ નાસ્ત ટ્રાવેલર (Condé Nast Traveler) આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે Statue of Unity Tent City -01 નો સમાવેશ થયો છે. જે ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે, ગુજરાતમાં નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક માત્ર નર્મદા નદી કાંઠે અદ્ભૂત કુદરતી સૌંદર્ય વચ્ચે ટેન્ટસિટી 01 બની છે . જે બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ બન્યું છે. ઉલ્લેખનીય છે કેમસૂરી,રાજસ્થાનના રાજાશાહી પેલેસ, કોચી અને ભારતના અલગ અલગ પર્યટન સ્થળ પર આવેલ શાનદાર પેલેસો બાદ હવે નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી -1નો પણ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સમાવેશ કરવામાં આવતા ખુશીની લહેર વ્યાપી ગઇ છે.

Latest Stories