/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/31175008/6kaRc0dl.jpg)
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે થશે ભૂમિપૂજન
ભરૂચની ૧૭૦ વર્ષ જુની ઐતિહાસિક ગણાય એવી આર.એસ. દલાલ સ્કૂલનું 4 જાન્યુઆરીના રોજ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભૂમિપૂજન થશે અને શાળાનું નવસર્જન થશે. શાળા હાલમાં જુના ભરૂચમાં ટાવર પાસે ચાલે છે. જ્યાં હાલ ગણ્યા ગાંઠ્યા જ વિદ્યાર્થીઓ છે. આખેઆખી શાળા ભરૂચની મધ્યમાં લાવવાના એક નવતર પ્રયોગના ભાગરૂપે મુખ્યમંત્રી તેનું ભૂમિપૂજન કરનાર છે.
ભરૂચ શહેર એક સમયે ધમધમતું બંદર હતું. અિહંયા પારસી રૂસ્તમજી સોરાબજી દલાલના પુત્ર દ્વારા તેમના પિતાની યાદમાં ૧૮૪૯માં આર.એસ. દલાલ સ્કૂલની સ્થાપના કરી હતી. આ શાળાનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ ઉજ્જવળ અને જવલંત રહ્યો હતો. શાળામાંથી પ્રખર સાહિત્યકાર એવા કનૈયલાલ માણેકલાલ મુન્શી સાહિત્યકાર બ.ક. ઠાકોર સહિતના અનેક સાહિત્યકારો, પ્રસિધ્ધ વકીલો અને નેતાઓએ આ શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ સમયની સાથે શાળા જર્જરીત થવા ઉપરાંત ખાનગી શિક્ષણનો વ્યાપ વધતા એક સમયે ધમધમતી શાળામાં હવે માંડ થોડાઘણા વિદ્યાર્થીઓ ભણે છે.
છેલ્લા અનેક વર્ષોથી ભરૂચના નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આર.એસ. દલાલ હાઈસ્કૂલને નવજીવન આપવા માટે તેનું શહેરની મધ્યમાં સ્થળાંતર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જે મુદ્દો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે કોર્ટે નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપતા સરકાર દ્વારા મંજૂરીની મહોર મરાતા આખરે આર.એસ. દલાલ હાઈસ્કૂલનું શહેરની મધ્યમાં નવસર્જન થવાનો માર્ગ ખુલ્લો થયો હતો. જેનું મંગળવારના રોજ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભૂમિપૂજન થનાર છે.