ભરૂચ : સૌર મંડળના બે મોટા ગ્રહ શનિ અને ગુરૂ આવ્યાં એકબીજાની નજીક, તમે પણ જુઓ

New Update
ભરૂચ : સૌર મંડળના બે મોટા ગ્રહ શનિ અને ગુરૂ આવ્યાં એકબીજાની નજીક, તમે પણ જુઓ

સૌરમંડળ અનેક રહસ્યોથી ભરપુર છે ત્યારે 800 વર્ષ બાદ અવકાશમાં અવિરલ ઘટના જોવા મળી હતી. સૌર મંડળના બે મોટા ગ્રહો ગુરૂ અને શનિ એકબીજાની નજીક આવતાં નવજીવન વિદ્યાલય ખાતે ખગોળશાસ્ત્રીઓ એકત્ર થયાં હતાં.

800 વર્ષ બાદ સૌરમંડળના બે મોટા ગ્રહ શનિ અને ગુરૂ એકદમ નજીક આવ્યાં છે. જેમાં બંને ગ્રહો વચ્ચેની દૂરી હશે લગભગ 73.5 કરોડ કિલોમીટર હોઈ છે. પૃથ્વી પરથી પણ અદભુત ખગોળીય ઘટના જોઈ શકાય છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા “ગુરૂ-શનિ-ચંદ્ર મહાયુતિ દર્શન કાર્યક્રમ" નવજીવન વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચના ખ્યાતનામ ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલના માર્ગદર્શન હેઠળ જીજ્ઞાસુઓએ ટેલીસ્કોપની મદદથી આ અવિરલ ઘટનાને નિહાળી હતી. આ પ્રસંગે NCSC કો.ઓર્ડીનેટર નિલેશ ઉપાધ્યાય અને નવજીવન વિદ્યાલયના કિર્તીબેન જોશી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહયાં હતાં.

Latest Stories