/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03175730/163203691_774999119796184_6093567171303654419_n-1.jpg)
ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બે કાબૂ થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વાર ફરી એકવાર 4 હોસ્પિટલોને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવાની ફરજ પડી છે.
કોરોના તેની બીજી લહેરમાં હાહાકાર મચાવી રહ્યો છે એમાંથી ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી અને જીલ્લામાં રોજના સરેરાશ 18 કેસ નોધાય રહ્યા છે ત્યારે તંત્ર એક્ષનમાં આવ્યું છે. કોરોનાના પ્રથમ રાઉન્ડમાં જાહેર કરાયેલ 4 હોસ્પિટલોને ફરીએકવાર સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. એ મુજબ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ,પટેલ વેલફેર હોસ્પિટલ,અંકલેશ્વરની ઇ.એસ.આઇ.સી. અને જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ચારેય હોસ્પિટલ મળી કુલ 300 જેટલા બેડ ઉપલબધ્ધ છે. આ ઉપરાંત વિવિધ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર કરાવી શકાશે.