ભરૂચમાં બની ઘટના
જીએનએફસીમાં બની ઘટના
ગરમ રાખ ઉડતા અકસ્માત
8 કામદારો દાઝી ગયા
તમામને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચની જીએનએફસી કંપનીમાં ગરમ રાખ ઉડતા 8 કામદારો દાઝી જવાની ઘટના સામે આવી છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
ભરૂચની જીએનએફસી કંપનીમાં સોમવારે મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમ રાખ ઉડવાના કારણે 8 કામદારો દાઝી ગયાં હતાં. દાઝી ગયેલાં કામદારોને સારવાર માટે ટાઉનશીપમાં આવેલી કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ તમામની હાલત સામાન્ય હોવાનું કંપની સત્તાધીશો જણાવી રહ્યાંછે.ભરૂચની જીએનએફ્સી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોઇલરમાંથી ગરમ રાખ ઉડતા નજીક્માં કામ કરી રહેલ 8 કામદારો દાઝી ગયા છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર બોઇલર પરથી રાખનો મોટો ટુકડો પાણીમાં પડયો હતો. આ રાખનું સામાન્ય રીતે તાપમાન 150 ડીગ્રી જેટલું હોય છે. આ કર્મચારીઓ રાખનો ગઠ્ઠો તોડી રહયાં હતાં તે સમયે અચાનક ગઠ્ઠો પાણીમાં પડતાં પાણીના ફૂવારા ઉડ્યાં હતાં. જેના કારણે આસપાસ રહેલાં 8 જેટલા કામદારો દાઝી ગયાં હતાં. એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો જયારે અન્ય કામદારો પગના ભાગે દાઝી ગયાં છે.હાલ કામદારો સારવાર હેઠળ છે.
