ધોરણ 10 બોર્ડની પરીક્ષા

બોર્ડ દ્વારા પરિણામ જાહેર

84.15 ટકા પરિણામ જાહેર

65 શાળાનું 100 ટકા પરિણામ

એ વન ગ્રેડમાં 525 વિદ્યાર્થી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15 ટકાજાહેર થયું છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15 ટકા જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે. ભરૂચ જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65 છે તો 10% પરિણામ ધરાવતી શાળા 1 છે.

ભરૂચ જિલ્લામાં ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A-1 ગ્રેડમાં 525 વિદ્યાર્થી,A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થી B1 ગ્રેડમાં 299 વિદ્યાર્થી અને B2 ગ્રેડમાં 3,734 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્ર વાર પરિણામ પર નજર કરીએ તો આમોદ કેન્દ્રનું 60.94% અંકલેશ્વર કેન્દ્રનું 83.52 ટકા, અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું 92.96 ટકા,અંકલેશ્વર 2 કેન્દ્રનું 87.92 ટકા, અંકલેશ્વર 3 કેન્દ્રનું 71.81% ભરૂચ કેન્દ્રનું 73.89 ટકા ભરૂચ 2 કેન્દ્રનું 70. 47 ટકા, ભરૂચ 3નું, 85.78% ભરુચ 4 કેન્દ્રનું 87.79 ટકા, હાંસોટ 87.73% જંબુસરનું 72.26 ટકા, ઝઘડીયાનું 84.83% પાલેજનું 92.24% વાલીયાનું 87.55 ટકા નબીપુરનું 93.20% વાગરાનું 72.80% નેત્રંગનું 90.33% સામલોદનું 89. 60 ટકા ટંકારીયાનું 85.18%, કરમાડ કેન્દ્રનું94.27% નાહીયેર 97.88% રાજપારડીનું 82.40 ટકા, દહેજનું 88.16 ટકા શુકલતીર્થનું 78.65 ટકા, ત્રાલસાનું 79.05 ટકા દયાદરા કેન્દ્રનું 92.74% ડહેલી કેન્દ્રનો 91.38% જાગેશ્વર કેન્દ્રનું 95.48% અંદાડા કેન્દ્રનું ૮૪.૮૬ ટકા નહાર કેન્દ્રનું 91.47 ટકા, થવા કેન્દ્રનું 90.44% અને ગજેરા કેન્દ્રનું 84.64 ટકા પરિણામ જાહેર થયું છે.
ભરૂચ જિલ્લાના કુલ કેન્દ્રો 32 પૈકી જંબુસરના નાહીયેર કેન્દ્રનું સૌથી વધુ  97.88% અને સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 60.94% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2025 નું 83.58 ટકા જ્યારે વર્ષ 2024 નું 81.12 ટકા પરિણામ જાહેર થયું હતું ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં અડધા ટકાનો વધારો થયો કહી શકાય.