ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનોના પ્રમુખની વરણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 શહેર સંગઠનના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં કોંગ્રેસે જુના જોગીઓ પર જ ભરોસો રાખ્યો છે.સૌથી ચર્ચાસ્પદ વરણી હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખની છે. હાંસોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. આ તરફ અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જૂના જોગી એવા ભુપેન્દ્ર જાનીની કરાઈ છે. તો અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગિરીશ પટેલની વરણી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખના નામ:-
  • અમોદ  નરેન્દ્રભાઈ આર. પટેલ
  • અંકલેશ્વર ગીરીશભાઈ ડી. પટેલ
  • ઝઘડિયા મુકેશભાઈ કે. વસાવા
  • ભરૂચ  મકબુલ હુસૈન અભલી
  • જંબુસર શરદસિંહ ભરતસિંહ રાણા
  • હાંસોટ વિજયસિંહ ઠાકોરભાઈ પટેલ
  • વાલિયા સંજયસિંહ અટોદરીયા
  • વાગરા અસીફભાઈ મહમ્મદભાઈ પટેલ
  • નેત્રંગ સુરેન્દ્રભાઈ સી. વસાવા
  • અંકલેશ્વર શહેર  ભુપેન્દ્રભાઈ મોહનલાલ જાની
  • જંબુસર શહેર ઈરફાનભાઈ પટેલ
  • આમોદ શહેર મહેશભાઈ બાલુભાઈ પટેલ