ભરૂચ : ઝઘડીયાની ફાર્મા કંપનીમાં લાગી અચાનક ભીષણ આગ, ફાયર ફાઇટરોએ લગાવી દોટ

New Update
ભરૂચ : ઝઘડીયાની ફાર્મા કંપનીમાં લાગી અચાનક ભીષણ આગ, ફાયર ફાઇટરોએ લગાવી દોટ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી એશિયાટિક ફાર્મા કેમ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી, ત્યારે ઝઘડીયા જીઆઇડીસી સહિત અન્ય કંપનીના ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવવા દોટ લગાવી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી એશિયાટિક ફાર્મા કેમ કંપનીમાં શનિવારની વહેલી સવારે એકાએક આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાથી કંપનીમાં હાજર લોકો તેમજ આસપાસના ગ્રામજનોમાં ભારે દોડધામ મચી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ ઝઘડીયા જીઆઇડીસી સહિત અન્ય કંપનીના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં 5થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી કંપનીના ETP પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી. લગભગ અડધો કલાકની ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે હાલ કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ રસાયણિક પ્રક્રિયા દરમ્યાન કાર્ય પદ્ધતિ અસંતુલિત થઈ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સદનસીબે કોઇ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

Latest Stories