ભરૂચના ઉમરાજ ગામ નજીક ફાર્મ હાઉસ પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 11 જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચના ઉમરાજ ગામ તરફ જવાનાં રોડ પર આવેલ ઇમરાન યુનુસ ખુશાલના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા હતા જે દરમ્યાન ફાર્મ હાઉસમાં પત્તાપાના વડે હાર જીત નો જુગાર રમતા 11 જેટલાં ઈસમો ક્રાઇમ બ્રાંચ ના હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે બાઇક સહિત કુલ 2 લાખ 30 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો
ભરૂચ: ઉમરાજ ગામ નજીક ફાર્મ હાઉસમાં ચાલતુ હતું જુગાર ધામ,પોલીસે દરોડા પાડતા 11 જુગારી ઝડપાયા
બાતમીના આધારે ભરૂચના ઉમરાજ ગામ તરફ જવાનાં રોડ પર આવેલ ઇમરાન યુનુસ ખુશાલના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા હતા
