ભરૂચ: નેત્રંગ ડેડીયાપાડા રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત !
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના પારડી મોખા ટેકરા ફળિયામાં રહેતા અશોક શંકર વસાવાની પુત્ર નિશા વસાવાની નેત્રંગ તાલુકાના વરખડી ગામના રોહિત છત્રસિંગ વસાવા સાથે ચાર મહિના પહેલા સગાઇ હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના પારડી મોખા ટેકરા ફળિયામાં રહેતા અશોક શંકર વસાવાની પુત્ર નિશા વસાવાની નેત્રંગ તાલુકાના વરખડી ગામના રોહિત છત્રસિંગ વસાવા સાથે ચાર મહિના પહેલા સગાઇ હતી.ગત તારીખ-૧૩મી માર્ચના રોજ હોળીના તહેવાર હોવાથી રોહિત તેની મંગેતર નિશાબેનને લઇ પોતાની બાઈક ઉપર વરખડી જવા નીકળ્યો હતો તે દરમિયાન નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર ગજાનંદ હોટલ સામે રોહિત વસાવા ઓવર ટેક કરવા જતા સામેથી આવતી અન્ય બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં નીચે પડી ગયેલ નિશાબેનના માથા ઉપરથી બાજુમાં ચાલતી બસના પાછળના ટાયર ફરી વળતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત રોહિત વસાવા અને અન્ય બાઈક સવારને સારવાર માટે નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
