ભરૂચ જિલ્લામાં પર્યાવરણ બચાવો સાથે એક જ વખત ખર્ચ કર્યા બાદ કાયમ દર વર્ષે મહાશિવરાત્રીમાં શિવ પરિવારની પ્રતિમા ઉપયોગમાં લેવાય તે માટે બાહુબલી ટુ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફાઇબરની પ્રતિમાની શિવ પરિવાર સાથેની ભવ્ય સવારી મહાશિવરાત્રીએ નીકળનાર હોવાના કારણે વંદે માતરમ્ ગ્રુપ વેજલપુર દ્વારા શિવ પરિવારની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવવા માટે પણ હવે લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે.ભરૂચ શહેરમાં સેવાભાવી સંસ્થા બાહુબલી ટુ ગ્રુપ દ્વારા ચાર લાખના ખર્ચે મહાશિવરાત્રી માટે શિવ પરિવારની ભવ્ય ફાઇબરની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી અને તેમના ગ્રુપ દ્વારા દર મહાશિવરાત્રીએ શિવ પરિવારની શ્રવણ ચોકડીથી ભવ્ય સવારી શક્તિનાથ સુધી નીકળતી હતી પરંતુ આ જ ફાઇબરની પ્રતિમા અન્ય યુવક મંડળના લોકો પણ ઉપયોગમાં લઈ શકે અને લોકો પણ પોતાના વિસ્તારમાં શિવજીની મહાશિવરાત્રીએ ભવ્ય સવારીમાં ઝૂમી શકે તે માટે જે યુવક મંડળ ફાઇબરની શિવ પરિવારની પ્રતિમાની જરૂર હોય કે મહાશિવરાત્રીએ સવારી કાઢવા માટે ઉત્સુક હોય તેવા લોકો ફાઇબરની પ્રતિમા ઉપયોગમાં લઈ શકે છે જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુરનું વંદે માતરમ્ ગ્રુપ છેલ્લા બે વર્ષથી ફાઇબરની શિવ પરિવારની પ્રતિમાનો ઉપયોગ કરી રહ્યા છે અને મહાશિવરાત્રી પૂર્વે ફાઇબરની પ્રતિમાને રંગ રોગાણ કરી સુશોભિત કરવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રિના પર્વની આ ગ્રૂપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.