• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આત્મીય સંસ્કારધામ ખાતે આયોજન

  • ભવ્ય ધાર્મિક સભા યોજાઈ

  • પ્રબોધજીવન સ્વામીએ આપ્યા આશીર્વચન

  • મોટી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત

ભરૂચ-અંકલેશ્વરમાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીની ધાર્મિક યાત્રા અંતર્ગત ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
હરિપ્રબોધમ પરિવારના પ્રાણાધાર તથા ચૈતન્ય જનની સમાન પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી ત્રણ દિવસીય ધાર્મિક યાત્રા નિમિત્તે ભરૂચ–અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. તા. 16 ગુરુવારની સંધ્યાએ સ્વામીજી ભરૂચ પધાર્યા બાદ ભક્તોમાં આધ્યાત્મિક ઉમંગ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું.આ યાત્રા દરમિયાન સ્વામીજીએ ભરૂચના ભોલાવ, મકતમપુર, શક્તિનાથ, મંગલદીપ, ઝાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરભાથાબેટ, અંકલેશ્વર GIDC સહિત નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણીઓ કરી તેમના ઘરઆંગણને પવિત્ર બનાવ્યા હતા. ત્રણ દિવસના વિચરણ દરમિયાન કુલ 104 પધરામણીઓ, 3 ધાર્મિક સભાઓ તથા અંદાજે 1000 જેટલા ભક્તોને આશિષ સ્પર્શ આપી તેઓને કૃતાર્થ કર્યા હતા.આ પ્રસંગને અનુસંધાને ભરૂચ સ્થિત આત્મીય સંસ્કારધામ ખાતે ભવ્ય ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 2500 ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન તથા પ્રસાદીનો લાભ લીધો હતો.કાર્યક્રમમાં સંતવર્ય પૂ. મૈત્રીજીવન સ્વામી, પૂ. ગુરુપ્રસાદ સ્વામી, પ્રાદેશિક સંત પૂ. હરિશરણ સ્વામીજી, હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ પૂ. મિલિન્દભાઈ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જેલ અધિક્ષક તથા નામાંકિત ડોક્ટરો તેમજ અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા.સભા દરમિયાન યુવક મંડળ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ તેમજ “Never Negative, Ever Positive” વિષય પર પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યું હતું.