ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ચૈતર વસાવા સામે રાજકીય કિન્નખોરીમાં કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ સાથે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં ચૈતર વસાવા સહિત પક્ષના આગેવાનો સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવી તેમની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરવામાં આવે અને નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે. સાથે જ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી હતી.પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.
