ભરૂચ : આર્યુવેદિક તબીબોને 58 જેટલાં ઓપરેશનની છુટ અપાતાં એલોપેથી તબીબો નારાજ, દવાખાનાઓ રાખ્યાં બંધ

New Update
ભરૂચ : આર્યુવેદિક તબીબોને 58 જેટલાં  ઓપરેશનની છુટ અપાતાં એલોપેથી તબીબો નારાજ, દવાખાનાઓ રાખ્યાં બંધ

આર્યુવેદિક તબીબોને 58 જેટલા ઓપરેશનની છુટ અપાતાં એલોપેથી તબીબો નારાજ થઇ ગયાં છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના નેજા હેઠળ શુક્રવારના રોજ એલોપેથી તબીબોએ તેમના દવાખાનાઓ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. 

ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના ઉપક્રમે ખીચડી મેડીકલ પ્રથાનો વિરોધ કરાઈ રહ્યો છે. આયુર્વેદિક ડોકટરોને ઓપરેશન કરવાની છુટછાટ આપતા કાયદા અંગે ઈન્ડિયન મેડીકલ એસોસીએશન વિરોધ નોંધાવી રહયું છે. આઇએમએની ભરૂચ શાખાના નેજા હેઠળ શુક્રવારના એલોપેથીના તમામ દવાખાનાઓ બંધ રાખવામાં આવ્યાં હતાં. એલોપેથી તબીબો સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તેમની કામગીરીથી અળગા રહયાં હતાં. જો કે કોવીડ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. તબીબોની એક દિવસીય હડતાળના પગલે દર્દીઓને હાલાકી વેઠવી પડી હતી.

Latest Stories