ભરૂચની આમોદ નગરપાલિકાના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયેલી ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. ગાય અકસ્માતે સર્વિસ સ્ટેશનના આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આમોદ નગરપાલિકાના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
ભારે જહેમત બાદ જરૂરી સાધનોની મદદથી ગાયને કોઈ ઈજા પહોંચે નહીં તેની ખાસ કાળજી રાખી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.નગરપાલિકાના કર્મચારીઓની સમયસરની કામગીરી, ફરજનિષ્ઠા અને જીવદયા પ્રત્યેની સંવેદનશીલતાના કારણે ગાયનો જીવ બચી ગયો હતો. સ્થાનિક લોકોએ પણ કર્મચારીઓની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
