ભરૂચ જિલ્લાના જુના તવરા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના યુવાનોમાં એકતા જળવાય રહે તે હેતુથી રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ સુંદર રીતે સફળ થઇ હતી.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે સમસ્ત ગામજનો દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની આ બીજી સીઝનની ટુર્નામેન્ટમાં ભારે રસાકસી જામી હતી. આ ટુર્નામેન્ટમાં જૂના તવરા ગામમાં વસતા તમામ સમાજના યુવાનો તેઓ પોત પોતાના સમાજની ટીમ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં 20 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સમસ્ત જૂના તવરા ગામ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો ઉદ્દેશ એ છે કે, હાલ દિવસે દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. હાલ જુના તવરા ગામમાં પણ ખૂબ મોટા પાયે વિકાસ થઇ રહ્યો છે. જેમાં શહેરીકરણના પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેવા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા, સમભાવ અને લોકો એકબીજા પ્રત્યે આદર-સન્માન સાથે રહે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મેચમાં તવરા ગામની દરબાર ઇલેવન ટીમ અને ગોહિલ ઈલેવન ટીમ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં દરબાર ઈલેવન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી, જ્યારે ગોહિલ ઈલેવન ટીમે ફિલ્ડિંગ કરી હતી. દરબાર ઇલેવન ટીમે પ્રથમ બેટિંગમાં 8 ઓવરમાં 43 રન બનાવ્યા હતા, જ્યારે ગોહિલ ઈલેવન ટીમે સેકન્ડ બેટીંગમાં 6 ઓવરમાં 45 રન બનાવી વિજય મેળવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા સમસ્ત ગામના યુવા મિત્રો, વડીલો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.